Get App

Share Market Recovery: સેન્સેક્સમાં 650 પોઈન્ટની રિકવરી, આ 5 કારણોથી નિફ્ટી થયો ગ્રીન

શેરબજારમાં શરૂઆતી કડાકા બાદ શાનદાર વાપસી! સેન્સેક્સમાં 650 પોઈન્ટથી વધુની રિકવરી આવી અને નિફ્ટી ગ્રીન ઝોનમાં પહોંચ્યો. જાણો માર્કેટ રિકવર થવાના 5 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 04, 2026 પર 12:01 PM
Share Market Recovery: સેન્સેક્સમાં 650 પોઈન્ટની રિકવરી, આ 5 કારણોથી નિફ્ટી થયો ગ્રીનShare Market Recovery: સેન્સેક્સમાં 650 પોઈન્ટની રિકવરી, આ 5 કારણોથી નિફ્ટી થયો ગ્રીન
બજાર ખુલતા જ શેરોના ભાવ નીચે ગયા હતા. આ ઘટાડાનો ફાયદો ઉઠાવીને રોકાણકારોએ નીચલા સ્તરેથી ધૂમ ખરીદી કરી, જેણે માર્કેટને ફરીથી ઊભું કરવામાં ઘણી મદદ કરી.

Share Market Recovery: વિશ્વભરના બજારોમાં જોવા મળી રહેલા વેચવાલીના દબાણ વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં પણ શરૂઆતમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને નીચે પટકાયા હતા. સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટી પણ 23250 ની નીચે આવી ગયો હતો.

જોકે, ત્યારબાદ માર્કેટે શાનદાર કમબેક કર્યું છે. વિદેશી રોકાણકારો માટે આવેલા એક રાહતના સમાચાર અને નીચલા સ્તરે થયેલી ખરીદીએ બજારને મોટો ટેકો આપ્યો. પરિણામે સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાંથી લીલા નિશાનમાં આવી ગયા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ રોનક પાછી આવી છે અને નિફ્ટી મિડકેપ 100 તથા નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ લગભગ અડધો ટકો ઉછળ્યા છે.

માર્કેટનું લેટેસ્ટ આંકડાકીય અપડેટ

સવારે 11:37 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ 61.84 પોઈન્ટ (0.08%) ના મામૂલી વધારા સાથે 74408.01 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22.20 પોઈન્ટ (0.09%) ની તેજી સાથે 23427.80 ના સ્તરે પહોંચી ગયો હતો.

કેવી રીતે આવી રિકવરી?

શરૂઆતમાં સેન્સેક્સ 538.87 પોઈન્ટ તૂટીને 73807.30 પર આવી ગયો હતો. અહીંથી તેણે જોરદાર વાપસી કરી અને 673.45 પોઈન્ટ રિકવર થઈને 74480.75 ની સપાટી સુધી પહોંચી ગયો.તેવી જ રીતે નિફ્ટી પણ શરૂઆતમાં 158.30 પોઈન્ટ ઘટીને 23247.30 પર આવી ગયો હતો, પરંતુ બાદમાં 202.80 પોઈન્ટ ઉછળીને 23450.10 પર પહોંચી ગયો હતો.

શેરબજારમાં રિકવરી આવવાના 5 મુખ્ય કારણો

બધા સમાચાર

+ વધુુ વાંચો