Get App

સેન્સેક્સ 411 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23350ની નજીક, RIL અને HDFC Bank માં તેજી

વૈશ્વિક બજારોના નબળા સંકેતો છતાં ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સ 411 પોઈન્ટના ઉછાળા સાથે 74,291 પર, જ્યારે નિફ્ટી 23333 પર ટ્રેડ થઈ રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 10, 2026 પર 9:35 AM
સેન્સેક્સ 411 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23350ની નજીક, RIL અને HDFC Bank માં તેજીસેન્સેક્સ 411 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23350ની નજીક, RIL અને HDFC Bank માં તેજી
નિફ્ટીમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HUL, ટ્રેન્ટ, નેસ્લે અને ડો. રેડ્ડીઝ લેબ્સ જેવા શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

Share Market : આજના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારે શાનદાર પ્રદર્શન કર્યું છે. વૈશ્વિક બજારોમાં ચાલી રહેલા દબાણ અને મિડલ ઈસ્ટના તણાવ છતાં, સેન્સેક્સ 411 પોઈન્ટના ઉછાળા સાથે આગળ વધી રહ્યો છે અને નિફ્ટી 23350 ની મહત્વની સપાટીની નજીક પહોંચી ગયો છે.

ગિફ્ટ નિફ્ટી અને પ્રી-ઓપનિંગ સેશનની સ્થિતિ

આજે સવારે ગિફ્ટ નિફ્ટી ચાર્ટ પરથી ભારતીય બજાર માટે ફ્લેટથી લઈને સામાન્ય ઘટાડા સાથે શરૂઆત થવાના સંકેત મળી રહ્યા હતા. સવારે 8.06 વાગ્યાની આસપાસ ગિફ્ટ નિફ્ટી 68.50 પોઈન્ટના વધારા સાથે 23,253.00 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રી-ઓપનિંગ સેશનમાં જ માર્કેટમાં મજબૂતી જોવા મળી હતી, જ્યાં સેન્સેક્સ 292.46 પોઈન્ટ (0.40%) વધીને 74,211.22 પર અને નિફ્ટી 4.45 પોઈન્ટ વધીને 23,246.55 પર ખૂલ્યો હતો.

શેરબજારની હાલની સ્થિતિ

નબળા ગ્લોબલ સંકેતો વચ્ચે ભારતીય બજારે ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. હાલમાં સેન્સેક્સ 372.49 પોઈન્ટ એટલે કે 0.50% ના ઉછાળા સાથે 74,291.25 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 90.95 પોઈન્ટ (0.39%) વધીને 23,333.05 ના સ્તર પર છે. બજારમાં ઓવરઓલ પોઝિટિવ ટ્રેન્ડ છે, જેમાં 1456 જેટલા શેરોમાં તેજી જોવા મળી છે, 823 શેરોમાં ઘટાડો નોંધાયો છે અને 143 શેરોમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર એક નજર

ગેનર્સ : નિફ્ટીમાં આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HUL, ટ્રેન્ટ, નેસ્લે અને ડો. રેડ્ડીઝ લેબ્સ જેવા શેરોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો