Get App

Closing Bell: સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની ઐતિહાસિક સપાટી પાર, રોકાણકારો માલામાલ

શેરબજારમાં બે દિવસના ઘટાડા બાદ શાનદાર વાપસી! સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળીને બંધ, જ્યારે નિફ્ટીએ 24,000 ની સપાટી વટાવી. જાણો આજના ટોપ ગેઈનર્સ અને સેક્ટરની માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Jul 01, 2026 પર 3:54 PM
Closing Bell: સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની ઐતિહાસિક સપાટી પાર, રોકાણકારો માલામાલClosing Bell: સેન્સેક્સ 444 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,000ની ઐતિહાસિક સપાટી પાર, રોકાણકારો માલામાલ
નિફ્ટી 50 140.10 પોઈન્ટ (0.59%) ના શાનદાર ઉછાળા સાથે 24,005.85 ના સ્તર પર બંધ થયો. નિફ્ટીનું 24,000 ની ઉપર બંધ થવું એ બજાર માટે મોટી વાત છે.

Closing Bell: સપ્તાહના પહેલા જ કારોબારી દિવસે ભારતીય શેરબજારે બે દિવસથી ચાલ્યા આવતા ઘટાડા પર બ્રેક લગાવી છે. આજે માર્કેટમાં શાનદાર રિકવરી જોવા મળી, જેના કારણે રોકાણકારોના ચહેરા પર ફરી ખુશી છવાઈ ગઈ છે. રિયાલ્ટી, FMCG અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં થયેલી જોરદાર ખરીદીને કારણે બજારે મજબૂત લીડ સાથે પોઝિટિવ ક્લોઝિંગ કર્યું છે.

શેરબજારના આજના ક્લોઝિંગ આંકડા

બજાર બંધ થવાના સમયે બંને મુખ્ય સૂચકાંકોએ શાનદાર આંકડા દર્શાવ્યા હતા...નિફ્ટી 50,,, 140.10 પોઈન્ટ (0.59%) ના શાનદાર ઉછાળા સાથે 24,005.85 ના સ્તર પર બંધ થયો. નિફ્ટીનું 24,000 ની ઉપર બંધ થવું એ બજાર માટે મોટી વાત છે. સેન્સેક્સ 443.97 પોઈન્ટ (0.58%) ના મજબૂત વધારા સાથે 76,922.64 ના સ્તરે બંધ રહ્યો.

આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ

બજારની આ તેજી અને મંદીમાં કેટલીક કંપનીઓએ સારો નફો કરાવ્યો, તો કેટલીકમાં રોકાણકારોને નિરાશા મળી.

કયા શેરોમાં રહી તેજી?

નિફ્ટી પર ઈટર્નલ, અદાણી એન્ટરપ્રાઈઝીસ, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ કમાણી કરાવનારા ટોપ ગેઈનર્સ શેર રહ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો