Market Cap: ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે ભારે ઉથલપાથલ જોવા મળી. સેન્સેક્સની ટોપ 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8ના માર્કેટ કેપમાં કુલ 2,07,501.58 કરોડનો ઘટાડો થયો. આ ઘટાડામાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસેઝ (TCS) અને ભારતી એરટેલ સૌથી મોટા લૂઝર રહ્યા, જ્યારે હિન્દુસ્તાન યૂનિલિવર અને બજાજ ફાઇનાન્સે નફો કર્યો.