Get App

Share Market: શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો માર્કેટનું મૂડ બદલાવા પાછળના 4 મોટા કારણો

Stock Market Rally: શેરબજારમાં શાનદાર રિકવરી! સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 24,200 ની પાર. ક્રૂડ ઓઈલમાં ઘટાડા સહિત જાણો માર્કેટમાં તેજી આવવા પાછળના 4 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Mar 10, 2026 પર 12:34 PM
Share Market: શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો માર્કેટનું મૂડ બદલાવા પાછળના 4 મોટા કારણોShare Market: શેરબજારમાં ફરી તેજીનો માહોલ, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો માર્કેટનું મૂડ બદલાવા પાછળના 4 મોટા કારણો
Stock Market Rally: શેરબજારમાં શાનદાર રિકવરી! સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટી 24,200ની પાર.

Stock Market Rally: એક દિવસના ભારે કડાકા બાદ ભારતીય શેરબજારમાં 10 માર્ચે શાનદાર રિકવરી જોવા મળી છે. રોકાણકારોનો ભરોસો પાછો ફરતા બજારમાં ફરીથી ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સ 809 પોઈન્ટના મોટા ઉછાળા સાથે 78,375.73 ના સ્તર પર પહોંચી ગયો હતો. તો બીજી તરફ નિફ્ટી પણ 252 પોઈન્ટની છલાંગ લગાવીને 24,280.80 પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે, દિવસ વધવાની સાથે ઉપલા સ્તરેથી માર્કેટમાં થોડો ઘટાડો નોંધાયો હતો.

સવારે 10:44 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 623.88 પોઈન્ટ (0.8 ટકા) ના વધારા સાથે 78,190.03 પર અને નિફ્ટી 196.21 પોઈન્ટ (0.82 ટકા) ના ઉછાળા સાથે 24,224.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી (IT) અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરને બાદ કરતા તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં પણ 1.5 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.

માર્કેટ એક્સપર્ટ્સના મતે, શેરબજારમાં આજે પાછી ફરેલી આ તેજી પાછળ મુખ્ય 4 કારણો જવાબદાર છે:

1. ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો

શેરબજારમાં આજની તેજીનું સૌથી મોટું કારણ કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં આવેલો જંગી ઘટાડો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત 120 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ હતી, જે મંગળવારે ઘટીને સીધી 89 ડોલરની આસપાસ આવી ગઈ. આ ઘટાડો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદન બાદ આવ્યો છે.

ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરીને યુદ્ધ રોકવા માટે કેટલાક પ્રસ્તાવ મૂક્યા હતા. આ સમાચારોથી તેલના સપ્લાયની ચિંતા દૂર થઈ છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટ (જ્યાંથી ભારત 40% તેલની આયાત કરે છે) જો બ્લોક થાય તો ફરીથી જોખમ વધી શકે છે.

2. ગ્લોબલ માર્કેટમાંથી મળ્યા મજબૂત સંકેતો

બધા સમાચાર

+ વધુુ વાંચો