Share Markets: ગુરુવાર, 18 સપ્ટેમ્બરના રોજ ભારતીય શેરબજારે શરૂઆતનો વધારો ગુમાવ્યો અને બપોરે નફા-બુકિંગને કારણે દબાણ હેઠળ આવ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 447.5 પોઈન્ટ વધીને 83,141.21 પર પહોંચ્યો. જોકે, બાદમાં તે દિવસના ઉચ્ચતમ સ્તરથી 364 પોઈન્ટ ઘટીને 82,777 પર પહોંચી ગયો. નિફ્ટી પણ 25,448.95 ની ઊંચી સપાટીથી 25,400 ની નીચે સરકી ગયો.