સાઉથ ઇન્ડિયન બેન્કની કમાન હવે કેનેરા બેન્કના દિગ્ગજ અધિકારીના હાથમાં જશે. તેમના વિશે જાણીએ તો,,,RBI ની મંજૂરી બાદ, મહેશ મુરલીધર પઈ 1 ઓક્ટોબર 2026 થી આગામી 3 વર્ષ માટે સાઉથ ઇન્ડિયન બેન્કના MD અને CEO નો કાર્યભાર સંભાળશે. આગામી 16 જુલાઈના રોજ મળનારી બોર્ડ મીટિંગમાં તેમના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે અને ત્યારબાદ શેરહોલ્ડર્સની મંજૂરી લેવાશે. 50 વર્ષીય મહેશ મુરલીધર હાલમાં કેનેરા બેન્કના ચીફ જનરલ મેનેજર છે. તેમની પાસે બેન્કિંગ સેક્ટરમાં ગવર્નન્સ, સ્ટ્રેટેજી, ટ્રેઝરી, ફોરેન એક્સચેન્જ, રિટેલ, એગ્રીકલ્ચર અને MSME ક્રેડિટનો લગભગ 3 દાયકાનો (30 વર્ષનો) બહોળો અનુભવ છે.કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન વર્ટિકલ શરૂ કરવાનો શ્રેય પણ તેમને જાય છે. આ ઉપરાંત, તેમણે અમેરિકાના ન્યૂયોર્ક અને તાન્ઝાનિયામાં પણ કેનેરા બેન્કનું કામકાજ સંભાળેલું છે.