Get App

Stock Market: 'દેશની GDP મજબૂત, છતાં શેરબજાર કેમ કડડભૂસ?' ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ગણાવ્યા આ 7 મોટા કારણો

ભારતીય અર્થવ્યવસ્થા 7 થી 8 ટકાના દરે વધી રહી છે, છતાં શેરબજારમાં સતત કડાકો કેમ જોવા મળી રહ્યો છે? પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ આ પાછળના 7 મોટા કારણો જણાવ્યા છે. જાણો વિગતવાર.

MoneyControl Newsઅપડેટેડ Oct 05, 2026 પર 6:43 PM
Stock Market: 'દેશની GDP મજબૂત, છતાં શેરબજાર કેમ કડડભૂસ?' ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ગણાવ્યા આ 7 મોટા કારણોStock Market: 'દેશની GDP મજબૂત, છતાં શેરબજાર કેમ કડડભૂસ?' ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ગણાવ્યા આ 7 મોટા કારણો
મોંઘા ક્રૂડ ઓઇલ અને સપ્લાય ચેનમાં આવતી અડચણોને કારણે વૈશ્વિક અને ઘરેલુ સ્તરે મોંઘવારી ફરીથી વધવાની આશંકા ઊભી થઈ છે.

Stock Market : એક તરફ ભારતીય અર્થવ્યવસ્થા7 થી 8 ટકાના શાનદાર ગ્રોથ સાથે દુનિયાભરમાં ચમકી રહી છે, પરંતુ બીજી તરફ ભારતીય શેરબજારમાં સતત વેચવાલી અને કડાકાનો માહોલ જોવા મળી રહ્યો છે. રોકાણકારો પણ મૂંઝવણમાં છે કે જ્યારે દેશની GDP આટલી મજબૂત છે, તો પછી શેરબજાર કેમ લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે?

આ મોટા વિરોધાભાસ પર આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન અને પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ભલે આપણી અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી હોય, પણ દુઃખની વાત એ છે કે, ગ્લોબલ લિક્વિડિટી ભારતમાંથી નીકળીને બીજા બજારો તરફ જઈ રહી છે. ગોએન્કાએ ભારતીય શેરબજારમાં આવી રહેલા આ ઘટાડા પાછળના 7 મુખ્ય કારણો ગણાવ્યા છે, જે નીચે મુજબ છે.

1. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે. એશિયા અને વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને અન્ય ઊભરતાં બજારોમાં સારા વિકલ્પો મળવાને કારણે તેઓ સતત માલ વેચી રહ્યા છે, જેનાથી બજાર પર મોટું દબાણ ઊભું થયું છે.

2. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો

અમેરિકામાં 10 વર્ષના સરકારી બોન્ડ યીલ્ડમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે અમેરિકન બોન્ડ યીલ્ડ વધે છે, ત્યારે વિદેશી રોકાણકારોને કોઈપણ જાતના જોખમ વિના અમેરિકામાં જ સારું રિટર્ન મળવા લાગે છે. આથી તેઓ ભારત જેવા ઊભરતાં અને જોખમી બજારોમાંથી પૈસા કાઢીને સુરક્ષિત અમેરિકન બોન્ડમાં રોકાણ કરવા લાગે છે.

3. કાચા તેલના ભાવ 100 ડોલરને પાર

બધા સમાચાર

+ વધુુ વાંચો