Get App

Stock Market Crash: અમેરિકા-ઈરાન યુદ્ધના ભણકારાથી શેરબજાર કડડભૂસ! સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24900ની નીચે

Stock Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની દહેશતથી શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24900 ની નીચે ખુલ્યો. કાચા તેલના ભાવમાં 13 ટકાનો મોટો ઉછાળો. જાણો બજારની પૂરી સ્થિતિ અને આજના IPO અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Mar 02, 2026 પર 9:33 AM
Stock Market Crash: અમેરિકા-ઈરાન યુદ્ધના ભણકારાથી શેરબજાર કડડભૂસ! સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24900ની નીચેStock Market Crash: અમેરિકા-ઈરાન યુદ્ધના ભણકારાથી શેરબજાર કડડભૂસ! સેન્સેક્સ 1100 પોઈન્ટ ગગડ્યો, નિફ્ટી 24900ની નીચે
Stock Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની દહેશતથી શેરબજારમાં હાહાકાર મચી ગયો છે.

Stock Market Crash: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને યુદ્ધના ડરને કારણે ગ્લોબલ માર્કેટની સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના પહેલા જ દિવસે એટલે કે સોમવારે (2 માર્ચ, 2026) બજારે રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા છે.

ભૂરાજકીય ટેન્શન (Geopolitical tension) એટલું વધી ગયું છે કે રોકાણકારો પોતાના પૈસા બચાવવા માટે શેર વેચીને બહાર નીકળી રહ્યા છે. ચાલો જાણીએ આ કડાકા પાછળનું સાચું કારણ અને બજારની હાલની સ્થિતિ.

યુદ્ધની દહેશત: અમેરિકા અને ઈઝરાયેલની મોટી કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા અને ઈઝરાયેલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ અને અન્ય મોટા અધિકારીઓના મોત થયા છે. આ ઘટના પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપી છે કે ઈરાનની જવાબી કાર્યવાહીમાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોના મોતનો પૂરો બદલો લેવામાં આવશે. આ નિવેદન બાદ ગ્લોબલ લેવલે હડકંપ મચી ગયો છે અને યુદ્ધની શક્યતાઓ પ્રબળ બની છે.

ભારતીય શેરબજારમાં મોટો ભૂકંપ

આ વૈશ્વિક તણાવની સીધી અસર ભારતીય બજાર પર પડી છે. સોમવારે સવારે સેન્સેક્સ સીધો 1100 પોઈન્ટના ભારે કડાકા સાથે ખુલ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 24900 ના મહત્વના લેવલની નીચે સરકી ગયો છે. સવારે 8:10 વાગ્યે ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ 124 પોઈન્ટના ઘટાડા સાથે 25,161 પર ટ્રેડ કરી રહ્યો હતો, જેણે પહેલેથી જ ભારતીય બજારમાં ખરાબ શરૂઆતના સંકેત આપી દીધા હતા.

વૈશ્વિક બજારોની હાલત પણ ખરાબ

બધા સમાચાર

+ વધુુ વાંચો