Get App

શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ ખુલતા જ 1200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના એક જ ઝટકામાં 6.74 લાખ કરોડ સ્વાહા

શેરબજારમાં સતત બીજા સેશનમાં મોટો કડાકો. માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 1200 પોઈન્ટ તૂટ્યો અને રોકાણકારોના 6.74 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા. જાણો બજાર કેમ પડ્યું.

MoneyControl Newsઅપડેટેડ Mar 30, 2026 પર 10:09 AM
શેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ ખુલતા જ 1200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના એક જ ઝટકામાં 6.74 લાખ કરોડ સ્વાહાશેરબજારમાં ફરી કડાકો, સેન્સેક્સ ખુલતા જ 1200 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના એક જ ઝટકામાં 6.74 લાખ કરોડ સ્વાહા
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને મેક્રોઇકોનોમિક ડરના કારણે ભારતીય રૂપિયા પર ભારે દબાણ છે. શુક્રવારે રૂપિયો 89 પૈસા તૂટીને અમેરિકન ડોલર સામે 94.85 ના ઐતિહાસિક નીચલા સ્તરે બંધ થયો હતો.

Stock market crashes : 30 માર્ચે શેરબજારમાં સતત બીજા ટ્રેડિંગ સેશનમાં હાહાકાર મચી ગયો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ભારે કડાકાને કારણે ગણતરીની પળોમાં જ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે.

ખુલતા જ બજાર તળિયે બેઠું

સોમવારે BSE સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 72,565.22 ના સ્તર પર ખુલ્યો હતો. થોડી જ સેકન્ડોમાં આ ઘટાડો 1200 પોઈન્ટ સુધી પહોંચી ગયો અને ઇન્ડેક્સ 72,391.98 ના નીચલા સ્તરે  સરકી ગયો. બીજી તરફ, નિફ્ટી પણ 269.95 પોઈન્ટ તૂટીને 22,549.65 પર ખુલ્યો અને જોતજોતામાં 22,470.15 ના લેવલ પર નીચે આવી ગયો.

રોકાણકારોને 6.74 લાખ કરોડનું નુકસાન

ગત શુક્રવારે, 27 માર્ચે સેન્સેક્સ પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,22,15,450.82 કરોડ રૂપિયા હતું. જે સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ ઘટીને સીધું 4,15,41,537.69 કરોડ રૂપિયા થઈ ગયું હતું. આનો સીધો અર્થ એ છે કે, બજાર ખુલતા જ રોકાણકારોની સંપત્તિમાંથી 6.74 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા.

નોંધનીય છે કે, ગયા શુક્રવારે પણ બજારમાં મોટો ઘટાડો હતો. શુક્રવારે સેન્સેક્સ 1690.23 પોઈન્ટ ઘટીને 73,583.22 પર અને નિફ્ટી 486.85 પોઈન્ટ તૂટીને 22,819.60 પર બંધ થયો હતો.

શેરબજારમાં ઘટાડા પાછળના મુખ્ય 5 કારણો

બધા સમાચાર

+ વધુુ વાંચો