Closing Bell : ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા યુદ્ધના ઓછાયાએ 4 માર્ચે ભારતીય શેર બજારમાં ફરી એકવાર હાહાકાર મચાવી દીધો. દિવસભર ભારે વેચવાલીનું દબાણ રહ્યું અને બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1,130 અંકના ઘટાડા સાથે લપસ્યો, જ્યારે નિફ્ટી 24,450 પર બંધ થયો – એટલે કે 24,500ની મહત્વની સપાટીથી પણ નીચે. નિફ્ટીએ બજેટના દિવસનો Low પણ તોડ્યો અને 100 WMAનો અગત્યનો સપોર્ટ પણ ગુમાવ્યો.

