Get App

શેરબજાર નિષ્ણાતની ચેતવણી: નવા સપ્તાહમાં નિફ્ટી 23500ની નીચે જઈ શકે છે, પરંતુ આ 2 મજબૂત શેર કરાવશે તગડી કમાણી!

Nifty 50 prediction: નવા સપ્તાહમાં નિફ્ટી 50માં 23500 સુધીનો ઘટાડો આવી શકે છે. SBI સિક્યોરિટીઝના નિષ્ણાત સુદીપ શાહ પાસેથી જાણો બજારની લેટેસ્ટ સ્થિતિ અને શાનદાર કમાણી કરાવતા બેસ્ટ શેર વિશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 06, 2026 પર 11:10 AM
શેરબજાર નિષ્ણાતની ચેતવણી: નવા સપ્તાહમાં નિફ્ટી 23500ની નીચે જઈ શકે છે, પરંતુ આ 2 મજબૂત શેર કરાવશે તગડી કમાણી!શેરબજાર નિષ્ણાતની ચેતવણી: નવા સપ્તાહમાં નિફ્ટી 23500ની નીચે જઈ શકે છે, પરંતુ આ 2 મજબૂત શેર કરાવશે તગડી કમાણી!
નવા સપ્તાહમાં નિફ્ટી 50માં 23500 સુધીનો ઘટાડો આવી શકે છે.

Share market: છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની વાત કરીએ તો બ્રોડર માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એક તરફ નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 1.55 ટકા તૂટ્યો હતો, તો બીજી તરફ નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સે શાનદાર પ્રદર્શન કરતા નવો ઓલ-ટાઇમ હાઈ બનાવ્યો હતો.

હવે નવા સપ્તાહમાં બજારની ચાલ કેવી રહેશે? શું નિફ્ટી 50 નવી ઊંચાઈઓ સર કરશે કે પછી કડાકો બોલાવશે? SBI સિક્યોરિટીઝમાં ટેકનિકલ અને ડેરિવેટિવ્સ રિસર્ચના હેડ સુદીપ શાહએ બજારની વર્તમાન સ્થિતિ અને કમાણી કરાવતા બેસ્ટ સ્ટોક્સ વિશે વિસ્તૃત માહિતી આપી છે. આવો જાણીએ તેમની એક્સપર્ટ સલાહ.

નિફ્ટી 50: 24200 પાર કરશે કે 23500 નીચે જશે?

સુદીપ શાહના મતે, વર્તમાન પ્રાઇસ સ્ટ્રક્ચર અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોતા નવા સપ્તાહમાં નિફ્ટી 50ના 24000-24200ના ઝોનની ઉપર ટકી રહેવાને બદલે 23600-23500ના લેવલથી નીચે જવાની શક્યતા વધુ છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સળંગ ચોથા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયો છે, જે દર્શાવે છે કે ઊંચા મથાળે વેચવાલીનું ભારે દબાણ છે.

બજાર કેમ ઘટી રહ્યું છે?

* નિફ્ટી ડેઈલી ચાર્ટ પર પોતાની 'રાઈઝિંગ ચેનલ' ની નીચે આવી ગયો છે, જે શોર્ટ-ટર્મમાં નબળાઈનો સંકેત છે.

* વધતો જતો જિયોપોલિટિકલ તણાવ (આંતરરાષ્ટ્રીય તણાવ).

બધા સમાચાર

+ વધુુ વાંચો