Get App

Closing Bell : શેરબજારમાં સળંગ ચોથા દિવસે કડાકો, સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23900ની નીચે ખાબક્યો

ભારતીય શેરબજારમાં સળંગ ચોથા દિવસે ઘટાડો નોંધાયો. સેન્સેક્સ 364 પોઈન્ટના કડાકા સાથે 76,391 પર અને નિફ્ટી 23,869 પર બંધ. જાણો આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2026 પર 3:52 PM
Closing Bell : શેરબજારમાં સળંગ ચોથા દિવસે કડાકો, સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23900ની નીચે ખાબક્યોClosing Bell : શેરબજારમાં સળંગ ચોથા દિવસે કડાકો, સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23900ની નીચે ખાબક્યો
નિફ્ટી 50માં અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ હતી.

Closing Bell : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે હાલ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. 23 જુલાઈના રોજ સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. વેચવાલીના ભારે દબાણને કારણે નિફ્ટીએ આજે 23,900 નું મહત્વનું લેવલ પણ તોડી નાખ્યું છે.

સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા

કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 363.66 પોઈન્ટ (0.47%) ના મોટા ઘટાડા સાથે 76,391.39 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 126.65 પોઈન્ટ (0.53%) લપસીને 23,869.60 ની સપાટીએ બંધ રહ્યો હતો.

બજારમાં આજે મંદીવાળા એટલા હાવી હતા કે વધવા કરતા ઘટતા શેરોની સંખ્યા ઘણી વધારે હતી. આજે બજારમાં લગભગ 1569 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 2479 શેરો લાલ નિશાનમાં એટલે કે નુકસાન સાથે બંધ થયા હતા. 155 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર નોંધાયો ન હતો.

નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ગેનર્સ

શેરબજારમાં આજના કડાકા દરમિયાન અદાણી ગ્રુપના શેરોમાં સૌથી મોટું દબાણ જોવા મળ્યું હતું.

Top Losers

બધા સમાચાર

+ વધુુ વાંચો