Share Market Surge: સતત 8 દિવસ સુધી ઘટાડા બાદ, આજે 1 ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજારોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિર્ણયો અને ત્યારબાદ બેંકિંગ અને નાણાકીય શેરોમાં જોવા મળેલી મજબૂત ખરીદીને કારણે બજાર તેના તેજીના વલણમાં પાછું ફર્યું. સવારે 12:10 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 658.10 પોઈન્ટ અથવા 0.82 વધીને 80,925.72 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 192.30 પોઈન્ટ અથવા 0.78 વધીને 24,803.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં 0.4% સુધીનો ઉછાળો જોવા મળ્યો.