Kidney Infection Children Death: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં છેલ્લા 25 દિવસમાં 7 બાળકોના કિડની ફેલ થવાને કારણે મોત થયા છે. આ ઘટનાએ જિલ્લા વહીવટીતંત્રને ચોંકાવી દીધું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બાળકોના મોતનું મુખ્ય કારણ કફ સીરપમાં ડાયએથિલીન ગ્લાયકોલ નામના રસાયણની ગડબડી હોઈ શકે છે. આ સીરપના વેચાણ પર જિલ્લા વહીવટે પ્રતિબંધ મૂક્યો છે અને ડોક્ટરો તથા મેડિકલ સ્ટોર્સ માટે એડવાઈઝરી જાહેર કરી છે.