Share Market Today: ભારતીય શેરબજારો આજે 27મી ડિસેમ્બરે સપ્તાહના છેલ્લા દિવસે વધારા સાથે બંધ થયા છે. સેન્સેક્સ 227 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી 23,800ને પાર કરી ગયો હતો. જેના કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 38,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. આજના કારોબાર દરમિયાન ઓટો, ફાર્મા અને આઈટી શેરોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ મેટલ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બ્રોડર માર્કેટનો ટ્રેન્ડ મિશ્ર રહ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.28 ટકાના વધારા સાથે બંધ થયો હતો.