Get App

Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ

નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરી પર શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. સેન્સેક્સ 114 અને નિફ્ટી 31 પોઈન્ટના ઘટાડા સાથે બંધ. જાણો કયા શેરોમાં રહી તેજી અને ક્યાં થયો ઘટાડો.

MoneyControl Newsઅપડેટેડ May 19, 2026 પર 3:56 PM
Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધClosing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં બંધ
નિફ્ટી બેન્ક ઉપરના લેવલથી નીચે પટકાયો હતો. ખાસ કરીને પ્રાઈવેટ બેન્કોમાં ભારે નિરાશા જોવા મળી.

Closing Bell: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીનાદિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળ્યો. આખો દિવસ માર્કેટ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જતું રહ્યું, પરંતુ કારોબારના અંતે બજાર પોતાની બધી જ બઢત ગુમાવીને લાલ નિશાનમાં બંધ થયું છે.

આજના ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 114.19 પોઇન્ટના ઘટાડા સાથે 75,200.85 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 31.95 પોઇન્ટ સરકીને 23,618.00 ના આંકડા પર સમેટાઈ ગયો હતો.

આજના શેરબજારની મુખ્ય હાઇલાઇટ્સ

IT સેક્ટરમાં શાનદાર તેજી

બજારના ઘટાડા વચ્ચે પણ આઇટી (IT) શેરોએ રોકાણકારોને માલામાલ કર્યા. નિફ્ટી IT ઇન્ડેક્સ સૌથી વધુ 3.23 ટકા ઉછળીને ટોપ પરફોર્મર રહ્યો. જેમાં ઇન્ફોસિસ (Infosys) 4.76 ટકાની મજબૂત તેજી સાથે ટોચ પર રહ્યો. જ્યારે HCL ટેક, ટેક મહિન્દ્રા અને TCS ના શેરોમાં પણ 2 થી 3 ટકાનો સારો એવો ઉછાળો જોવા મળ્યો.

મિડકેપ અને સ્મોલકેપમાં ધૂમ ખરીદી

ભલે મોટા શેરોમાં વેચવાલી રહી, પરંતુ નાના શેરોમાં રોકાણકારોએ જબરદસ્ત રસ દાખવ્યો. નિફ્ટી મિડકેપ 100 અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 0.9 થી 1.2 ટકાનો વધારો નોંધાયો. આ શેરોએ બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરતા ઘણું સારું પ્રદર્શન કર્યું. આ સાથે જ બજારની અસ્થિરતા દર્શાવતો ઈન્ડિયા VIX 5.45 ટકા ઘટ્યો હતો, જે રાહતની વાત છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો