Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 12 સપ્ટેમ્બરના હાયરની સાથે ખુલવાની સંભાવના છે. 11 સપ્ટેમ્બરના રોજ વધુ એક રેન્જ-બાઉન્ડ સત્રમાં, ભારતીય શેરબજારો ઉંચા સ્તરે બંધ થયા અને ૨૧ ઓગસ્ટ પછી પહેલી વાર નિફ્ટી 25,000 ની ઉપર બંધ થયો. નિફ્ટી50 ઇન્ડેક્સે સતત 7 મા સત્રમાં તેની જીતનો દોર લંબાવ્યો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.15 ટકા વધીને 81,548.73 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.13 ટકા વધારાની સાથે 25,005.50 ના સ્તર પર બંધ થયા હતા.