Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 16 સપ્ટેમ્બરના ફ્લેટ ટુ નેગેટિવની સાથે ખુલવાની સંભાવના છે. 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર સત્ર દરમિયાન નિફ્ટી 25,100 ના સ્તરની આસપાસ રહ્યો અને 25,100 ની નીચે સીમાંત નુકસાન સાથે બજારમાં રેન્જબાઉન્ડ પ્રવૃત્તિ જોવા મળી. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.15 ટકા ઘટીને 81,785.74 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.18 ટકા ઘટાડાની સાથે 25,069.20 ના સ્તર પર બંધ થયા હતા.