Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 22 ઓક્ટોમ્બરના નબળાઈની સાથે ખુલવાની સંભાવના છે. બુધવાર, 21 ઓક્ટોબરના રોજ ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સતત બીજા સત્રમાં દબાણ હેઠળ રહ્યા હતા. કાચા તેલના ઊંચા ભાવ અને કોર્પોરેટ કમાણી અંગેની ચિંતાઓના માહોલમાં, મોટાભાગના ક્ષેત્રોમાં જોવા મળેલી વેચવાલીએ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી હતી. બજારની શરૂઆત તેજી સાથે થઈ હતી અને શરૂઆતના થોડા કલાકો સુધી તે પોઝિટિવ ઝોનમાં રહ્યું હતું, પરંતુ સવારના અંતિમ ભાગમાં નફા-વસૂલી (પ્રોફિટ બુકિંગ) થવાને કારણે થયેલો નફો ધોવાઈ ગયો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.19 ટકા વધીને 73,709.69 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.34 ટકા ઘટીને 22,811.35 ના સ્તર પર બંધ થયા હતા.

