Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 26 નવેમ્બરના પોઝિટીવની સાથે ખુલવાની સંભાવના છે. ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકોએ ડિસેમ્બર સિરીઝની મજબૂત શરૂઆત કરી છે. ૨૫ નવેમ્બરે બજાર ઉછાળા સાથે બંધ થયું હતું અને સોમવારે જોવા મળેલી ભારે વેચવાલી બાદ તેમાં રિકવરી નોંધાઈ હતી. આ તેજીને વિદેશી ભંડોળના સતત પ્રવાહ, ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાશ અને ખાસ કરીને FMCG તથા નાણાકીય (ફાઇનાન્શિયલ) ક્ષેત્રના શેરોમાં જોવા મળેલી ખરીદીનું સમર્થન મળ્યું. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 1.82 ટકા વધીને 83,938.28 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 1.85 ટકા ઉછળીને 25,819.25 ના સ્તર પર બંધ થયા હતા.

