Get App

Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર

03 ઓગસ્ટના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 317.46 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. જ્યારે, આ દિવસ ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 1729.19 કરોડ રૂપિયાની ખરીદારી કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 9:42 AM
Stock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજરStock Market Today: બજાર પર આજે આ સમાચારોની દેખાશે અસર, કોઈ ટ્રેડ લેવાથી પહેલા તેના પર કરો એક નજર
ગિફ્ટ નિફ્ટી શુક્રવારના 33 અંકોના વધારાની સાથે બ્રૉડર ઈંડેક્સ માટે પોઝિટિવ શરૂઆતના સંકેત આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી ફ્યૂચર્સ 19,489 પર દેખાય રહ્યા છે.

Stock Market Today: બજારની આજે શરૂઆત વધારાના સ્તર પર ખુલવાની સંભાવના જોવામાં આવી રહી છે. GIFT નિફ્ટી બ્રોડર ઈંડેક્સો માટે પોઝિટિવ શરૂઆતના સંકેત આપી રહ્યા છે. આજના કારોબારી સત્રમાં ગિફ્ટ નિફ્ટી 33 અંકોના વધારાની સાથે કારોબાર કરતા દેખાય રહ્યા છે. છેલ્લા કારોબારી સત્રની વાત કરીએ તો બીએસઈ સેન્સેક્સ 542 અંક તૂટીને 65,240 પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 144 અંક ઘટીને 19,381 ના સ્તર પર બંધ થયા હતા.

પિવટ પોઇન્ટ કેલકુલેટરના મુજબ આજે નિફ્ટી માટે 19,313 ના સ્તર પર સપોર્ટ જોવામાં આવી રહ્યો છે. ત્યારબાદ 19,256 અને 19,164 પર આવનાર સપોર્ટ છે. જો ઈન્ડેક્સ ઊપરની તરફ વલણ કરે છે તો 19,497 પછી 19,554 અને 19,647 પર તેના રજિસ્ટેંસનો સામનો કરવો પડી શકે છે.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY

બધા સમાચાર

+ વધુુ વાંચો