વિશ્વની દિગ્ગજ ગ્લોબલ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારને લઈને એક અત્યંત સકારાત્મક અને ઉત્સાહજનક રિપોર્ટ જાહેર કર્યો છે. બ્રોકરેજ ફર્મનું માનવું છે કે ભારતીય શેરબજાર હવે એક મોટી તેજી એટલે કે 'બુલ રન' માટે સંપૂર્ણપણે તૈયાર છે. રિપોર્ટમાં ડિસેમ્બર 2026 સુધીમાં સેન્સેક્સ માટે 95,000 નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે, જે વર્તમાન સ્તરોથી લગભગ 22% નો ઉછાળો દર્શાવે છે.

