Stock Radar: ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો વચ્ચે આજે લોકલ માર્કેટમાં કારોબારની શરૂઆત સપાટ થઈ હતી. FMCG સેક્ટરના સ્ટોક્સ માર્કેટને નીચે ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેનો નિફ્ટી ઇન્ડેક્સ લગભગ 2 ટકા સુધી લપસી ગયો છે. હવે વ્યક્તિગત સ્ટોક્સની વાત કરીએ તો, આજે એક સ્ટોક લિસ્ટ થયો છે અને કોર્પોરેટ એક્શનને કારણે આજે કેટલાક શેર્સમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે.