બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
સસ્તી થઈ CNG, PNG -
નેચરલ ગેસની કિંમતો નક્કી થઈ. સરકારે નેચરલ ગેસની પ્રાઈસિંગનો નવો ફોર્મ્યુલો તૈયાર કર્યો. 1-7 એપ્રિલની વચ્ચે નેચરલ ગેસનો ભાવ $9.16/mmBtu નક્કી કરી. 8-30 એપ્રિલની વચ્ચે નેચરલ ગેસનો ભાવ $7.92/mmBtu નક્કી કરી. ONGC/OILના ફીલ્ડ માટે ભાવ $6.50/mmBtu નક્કી કરી. હવે 6 મહિનાની જગ્યાએ દર મહિને ગેસના ભાવ નક્કી થશે.
Tata Motors' JLR -
વર્ષ દર વર્ષના આધાર પર હોલસેલ વેચાણ 24% વધીને 94,649 યુનિટ પર રહ્યું. હોલસેલ વેચાણમાં ચીનના JVનો સમાવેશ નથી. વર્ષના આધાર પર રિટેલ વેચાણ 30% વધીને 1.03 લાખ યુનિટ રહ્યા. ઓર્ડર બૂક 2 લાખ યુનિટ પર છે. ફ્રી કેશ ફ્લો 800 Million યુરો પર રહેવાની આશા છે. ચીપ સપ્લાઈયમાં રિકવરી આવતા JLR વેચાણ Q4માં વધ્યું. Q4માં ઊંચી રિટેલ બૂકને કારણે ઓર્ડર બૂક મજબૂત રહી. JLR મે 2023માં Q4FY23ના પરિણામ જાહેર કરશે.
TITAN -
વર્ષ દર વર્ષના આધાર પર નાના બેઝ પર જ્વેલેરી આવક YoY 23% વધી. Q4FY22માં ઓમિક્રોનને કારણે 1.3%નો ગ્રોથ આવ્યો હતો. નોન-જ્વેલેરી બિઝનેસમાં પણ સારો ગ્રોથ જોવા મળ્યો. વૉચ સેગમેન્ટમાં 41%, ઈમર્જિંગ બિઝનેસમાં 84% અને Taneiraમાં 208%નો ગ્રોથ રહ્યો. વર્ષના આધાર પર Q4 ઓવરઓલ સ્ટેન્ડઅલોન આવક 25% જેટલી વધી. કંપનીએ કહ્યું હાઈ વેલ્યુ સ્ટડેડ જ્વેલેરી અને સોલિટરીસને કારણે લાર્જ ટિકિટ ખરીદી વધી. સોનામાં ઉછાળાને પગલે માર્ચમાં થોડી નરમાશ જોવા મળી.
Adani Wilmar -
એડિબલ ઓઈલ YoY વોલ્યુમ ફ્લેટ રહ્યા, વેલ્યુમાં 15-17%નો ઘટાડો. ઓવરઓલ આવકમાં 8થી 9 ટકાનો ઘટાડો આવ્યો. ફૂડ અને FMCGમાં વેલ્યુ ગ્રોથ 60%, જ્યારે વોલ્યુમ ગ્રોથ 40% રહ્યો. ઈન્ડસ્ટ્રી એસેન્સિયલ વેલ્યુ ગ્રોથ 13-14%, વોલ્યુમ ગ્રોથ 60% રહ્યો. કંપનીએ કહ્યું Q4FY23માં ખાદ્ય તેલનો આયાત સરળ થઈ. ઐતિહાસિક રેકોર્ડ સ્તરેથી ભાવમાં ઘટાડો આવ્યો. બેકરી અને ફ્રાઈંગ ઈન્ડસ્ટ્રીની ઓછી માગને કારણે ઓઈલ બિઝનેસમાં ઘટાડો આવ્યો. ઘઉંના ભાવમાં સ્થિરતા આવવા લાગી છે.
Sobha -
વર્ષ દર વર્ષના આધાર પર સેલ્સ વોલ્યુમ 10.1% વધી 1.48 msf પર રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર સેલ્સ વેલ્યુ 31.9% વધી `1,463.4 કરોડ પર રહી. વર્ષ દર વર્ષના આધાર પર એવરેજ રિઅલાઈઝેશન 19.8% વધી ₹9,898/sqft રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર સેલ્સ વેલ્યુમાં કંપનીનો શેર 29.1% થી વધી ₹1,207.4 કરોડ રહ્યો.
CreditAccess Grameen -
વર્ષ દર વર્ષના આધાર પર AUM ₹16,599 કરોડથી 27% વધીને ₹21,032 કરોડ પર રહ્યો. વર્ષ દર વર્ષના આધાર પર ડિસબર્સમેન્ટ `5,792 Crથી 24% વધીને ₹7,171 કરોડ પર રહ્યા. વર્ષ દર વર્ષના આધાર પર ગ્રાહકો 38.2 લાખથી 13% વધીને 43.1 લાખ થયા. વર્ષ દર વર્ષના આધાર પર બ્રાન્ચની સંખ્યા 1,635થી 9% વધીને 1,782 થઈ.
GENERAL INSURANCE INDUSTRY -
વર્ષ દર વર્ષના આધાર પર માર્ચ કુલ પ્રીમિયમ 11.5% વધ્યુ. વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 23 પ્રીમિયમ 16% વધ્યુ.
RVNL -
RVNL-સિમેન્સના JVના MMRDA પાસેથી ઓર્ડર મળ્યો. મુંબઈ મેટ્રોલાઈન 2B માટેના બે સબસ્ટેશનના નિર્માણનો ઓર્ડર મળ્યો. JVમાં સિમેન્સનો હિસ્સો 60% અને RVNL નો 40% છે.
SonaBLW -
નવા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યુ. ચાકન MIDCમાં કંપનીએ ઉત્પાન શરૂ કર્યું. પુણે MIDCના પ્લાન્ટમાં બંધ કરી ચાકન MIDCમાં શરૂ કર્યું. કંપનીએ પુણેના પ્લાન્ટમાં વિસ્તરણ માટે 52.9 કરોડ રૂપિયાનું રોકાણ મંજૂર કર્યું. પુણેમાં ક્ષમતા 11.8 મિલિયિનની ગિયરથી વધારી 20.1 મિલિયન કરશે.
Torrent Pharma -
બ્લુમબર્ગના એહવાલ મુજબ જનરીક Keveyis Tablets USમાં લોન્ચ કરી. પિરીયોડીક પેરાલિસિસના સારવારમાં વપરાતી દવા છે.
Coal Ministry's Data -
વર્ષ દર વર્ષના આધાર પર કોલસાનુ ઉત્પાદન 12% વધીને 107.84 MT થયુ. વર્ષના આધાર પર ડિસ્પેચ 7.49% વધીને 83.18 MT થયુ. કોલસા આધારિત પાવર જનરેશનમાં 5.70%નો વધારો થયો.
PNC Infratech -
771.4 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે LOA મળ્યો. હરીયાણા રેલ ઈન્ફ્રા ડેવલોપમેન્ટ કોર્પોરેશનથી ઓર્ડર મળ્યો.
Muthoot Finance -
કંપનીએ ₹22/ Shનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.