બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
TCS -
TCSના MD અને CEO રાજેશ ગોપીનાથને રાજીનામું આપ્યું. ગોપીનાથનનું રાજીનામું 15 સપ્ટેમ્બર 2023થી લાગુ થશે. K કૃતિવાસનની TCSના નવા CEO તરીકે નિમણૂક થઈ. K કૃતિવાસનએ CEO પદ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. જ્યારે N ચંદ્રશેખરનએ કહ્યું રાજેશે ગોપીનાથને છેલ્લા 6 વર્ષમાં મજબૂત લિડરશીપ આપી. ગોપીનાથને TCSના ગ્રોથના આગામી ફેઝ માટે મજબૂત પાયો નાખ્યો છે. ત્યારે રાજેશ ગોપીનાથને કહ્યું છેલ્લા 6 વર્ષ શ્રેષ્ઠ અને સૌથી વધુ પરિપૂર્ણ રહ્યા છે. હું આગળ શું કરીશ તે વિશે વિચારી રહ્યો છું. TCSના ચેરમેન સાથે મોટી ચર્ચા બાદ પદ છોડવાનો નિર્ણય કર્યો. આગામી સમયમાં K કૃતિવાસન સાથે મળીને કામ કરશે. તેમને જરૂરી તમામ મદદ આપીશ.
Defence Stocks -
ડિફેન્સ પ્રોડક્ટને મંજૂરી મળી છે. DAC પાસેથી ₹70500 કરોડના ડિફેન્સ પ્રોડક્ટને મંજૂરી મળી છે.DAC એટલે કે Defence Acquisitions Council થાય. ભારતીય ડિફેન્સ ફોર્સ માટે વેપન સિસ્ટમ ખરીદશે. ડીલમાં 60 UH Marine choppersનો સમાવેશ થશે. HAL પાસેથી ₹32000 કરોડમાં હેલિકોપ્ટર ખરીદશે.
Metal Stocks -
સ્ટીલ મંત્રાલયે 27 કંપનીઓ સાથે 57 MoU કર્યા. PLI સ્કીમ હેઠળ આજે MoU થશે.
VOLTAS -
સબ્સિડરીને ₹1770 કરોડનો ઓર્ડર મળ્યો. સોલર અને ઈલેક્ટ્રીકલ ડિવિઝન માટે ઓર્ડર મળ્યો.
IRCTC -
સરકારને IRCTC થી ડિવિડન્ડ તરીકે ₹175 કરોડ મળ્યા. સરકારને GRSE થી ડિવિડન્ડ તરીકે ₹47 કરોડ મળ્યા.
60 રૂમના હોટલ માટે લાયસન્સ કરાર કર્યો. રાજસ્થાનના ગંગાનગરનમાં હોટલ માટે કરાર કર્યો.
GLENMARK -
સબ્સિડરી ગ્લેનમાર્ક સ્પેશિયાલિટી SA ને દવાના ટેસ્ટ માટે મંજૂરી મળી. US FDA તરફથી દવાના ટેસ્ટ માટે મંજૂરી મળી. ટ્યુમર,લિમ્ફોમાના સારવાર માટેની દવાના ટેસ્ટ માટે મળી મંજૂરી છે.
Zee Ent -
ઝી એન્ટ અને IPRSએ વિવાદ અને ક્લેમ સેટલ કર્યા. IPRSએ નાદારીની અરજી પાછી ખેંચી. IPRS એટલે Indian Performing Right Society થાય.
RVNL -
મધ્યપ્રદેશમાં પ્રોજેક્ટ માટે ₹111.85 કરોડની સૌથી ઓછી બિડ ભરી છે.
અનૂપ સાહા 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે. રાકેશ ભટ્ટ પણ 5 વર્ષ માટે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.