Stocks In News: ગુરુવાર, 22 ઑક્ટોબરે Nestle India અને Zydus Wellnessના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ (FSSAI) દ્વારા બંને કંપનીઓને તેમના કેટલાક ઉત્પાદનોના દાવાઓ અને જાહેરાતો અંગે નોટિસ આપવામાં આવ્યા બાદ શેર પર દબાણ વધ્યું હતું. FSSAIએ કંપનીઓને તેમના જાહેરાતોમાં કરવામાં આવેલા દાવાઓના સમર્થનમાં વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવા જણાવ્યું છે.

