Get App

શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી ફરી 24200ને પાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો આ તેજીના 5 મુખ્ય કારણો

આજે શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી છે. ઓટો સેક્ટરના ટેકાથી સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 24200 ને પાર કરી ગયો. જાણો માર્કેટની તેજી પાછળના 5 મુખ્ય કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jun 25, 2026 પર 12:02 PM
શેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી ફરી 24200ને પાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો આ તેજીના 5 મુખ્ય કારણોશેરબજારમાં તોફાની તેજી, નિફ્ટી ફરી 24200ને પાર, સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઉછાળો, જાણો આ તેજીના 5 મુખ્ય કારણો
ભારતની સાથે સાથે એશિયન માર્કેટમાં પણ આજે લીલોતરી છવાયેલી છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી 6% થી વધુ અને જાપાનનો નિક્કેઈ 225 લગભગ 5% ઉછળ્યા છે.

Stock Market Rally : શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે અને સેન્સેક્સની મંથલી એક્સપાયરીના દિવસે રોકાણકારો માટે શાનદાર માહોલ જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ ઘટતા કાચા તેલના ભાવ ગગડ્યા છે, જેની સીધી પોઝિટિવ અસર ભારતીય માર્કેટ પર પડી છે.

ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 24200 ની સપાટીને સ્પર્શી ગયો હતો. આ અગાઉ 8 મેના રોજ નિફ્ટીએ 24200 નો લેવલ પાર કરીને 24,253.80 ની હાઈ બનાવી હતી. બ્રોડર માર્કેટમાં પણ સારો એવો ઉત્સાહ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં લગભગ અડધા ટકાનો ઉછાળો નોંધાયો છે.

માર્કેટની લેટેસ્ટ સ્થિતિ

સવારે 11:00 વાગ્યાના આંકડા મુજબ,,સેન્સેક્સ 581.20 પોઈન્ટ્સ (0.75%) ના ઉછાળા સાથે 77,572.42 પર કારોબાર કરી રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં તેણે 77,591.65 ની હાઈ બનાવી હતી. નિફ્ટી 173.95 પોઈન્ટ્સ (0.72%) વધીને 24,195.60 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી 24,200.55 સુધી પહોંચ્યો હતો.

શેરબજારમાં આવેલી આ શાનદાર તેજી પાછળના 5 મુખ્ય કારણો

1. કાચા તેલના ભાવમાં મોટો કડાકો

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની પ્રગતિ અને વધતા સપ્લાયના કારણે ક્રૂડ ઓઇલના ભાવ યુદ્ધ પહેલાના સ્તરે પહોંચી ગયા છે. બ્રેન્ટ ક્રૂડ 27 ફેબ્રુઆરી 2026 પછી પહેલીવાર 73 ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ ક્રૂડ 126 ડોલરની ટોચે પહોંચ્યું હતું, ત્યાંથી અત્યારે તે 42% જેટલું સસ્તું થઈ ગયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો