Get App

Swiggy Q4 Results : સ્વિગીની આવકમાં 45% નો મોટો ઉછાળો, નુકસાન ઘટીને 800 કરોડ રૂપિયા પર પહોંચ્યું

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Swiggy ના Q4 પરિણામો જાહેર થયા છે. કંપનીની આવકમાં 45% નો ઉછાળો નોંધાયો છે અને નુકસાન ઘટીને 800 કરોડ રૂપિયા થયું છે. જાણો સ્વિગીના રિઝલ્ટ વિશે સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ May 08, 2026 પર 6:16 PM
Swiggy Q4 Results : સ્વિગીની આવકમાં 45% નો મોટો ઉછાળો, નુકસાન ઘટીને 800 કરોડ રૂપિયા પર પહોંચ્યુંSwiggy Q4 Results : સ્વિગીની આવકમાં 45% નો મોટો ઉછાળો, નુકસાન ઘટીને 800 કરોડ રૂપિયા પર પહોંચ્યું
માર્ચ ક્વાર્ટરમાં સ્વિગીની આવક 45 ટકા વધીને 6,383 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીની આવક 4,410 કરોડ રૂપિયા હતી.

Swiggy Q4 Results : ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીએ 8 મેના રોજ તેના માર્ચ ક્વાર્ટર (Q4) ના પરિણામોની જાહેરાત કરી છે. આ પરિણામો કંપની માટે ખૂબ જ સારા સાબિત થયા છે, કારણ કે કંપનીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે અને નુકસાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

આવકમાં 45 ટકાનો વધારો અને નુકસાનમાં મોટો ઘટાડો

માર્ચ ક્વાર્ટરમાં સ્વિગીની આવક 45 ટકા વધીને 6,383 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીની આવક 4,410 કરોડ રૂપિયા હતી. આ સાથે જ, કંપનીને થતા નુકસાનમાં મોટી રાહત મળી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું નુકસાન ઘટીને 800 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં 1,081 કરોડ રૂપિયા હતું. આ નુકસાન ઘટવા પાછળનું મુખ્ય કારણ ફૂડ ડિલિવરી બિઝનેસમાં આવેલી શાનદાર ગ્રોથ છે.

ફૂડ ડિલિવરી બિઝનેસમાં શાનદાર ગ્રોથ

સ્વિગીના એમડી અને ગ્રુપ સીઈઓ શ્રીહર્ષ મજેટીએ પરિણામો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "છેલ્લા ચાર વર્ષમાં ફૂડ ડિલિવરી સેગમેન્ટમાં આ સૌથી વધુ ગ્રોથ જોવા મળી છે. વાર્ષિક એડજસ્ટેડ EBITDA પણ 1,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. આ આંકડાઓ દર્શાવે છે કે આ સેક્ટરમાં મંદી (સ્લોડાઉન) આવવાનું અનુમાન ખોટું સાબિત થયું છે." તેમણે વધુમાં ઉમેર્યું કે ગયા વર્ષની સરખામણીમાં કંપનીના માર્જિનમાં પણ ઘણો સુધારો થયો છે.

ઈન્સ્ટામાર્ટનું જોરદાર પ્રદર્શન

કંપની પોતાના ક્વિક કોમર્સ બિઝનેસને લઈને પણ ખૂબ જ સાવચેતી અને ગણતરીપૂર્વક આગળ વધી રહી છે. સ્વિગીની ક્વિક કોમર્સ બ્રાન્ડ 'Instamart' ની ગ્રોસ ઓર્ડર વેલ્યૂ (GOV) વાર્ષિક ધોરણે 68.8 ટકા વધીને 7,881 કરોડ રૂપિયા નોંધાઈ છે. સીઈઓ મજેટીના જણાવ્યા અનુસાર, ક્વિક કોમર્સનો આગામી તબક્કો ગ્રાહકોની જરૂરિયાતો સમજવા પર નિર્ભર રહેશે. ક્વાર્ટર દર ક્વાર્ટર યુનિટ ઈકોનોમિક્સમાં પણ સુધારો આવી રહ્યો છે અને મજબૂત બેલેન્સશીટ કંપનીને વધુ શિસ્તબદ્ધ રીતે કામ કરવામાં મદદ કરી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો