Get App

બજાર ખૂલતાં જ Tata Groupના આ શેરમાં કડાકો, જૂન ક્વાર્ટરના રિપોર્ટથી રોકાણકારો નિરાશ, Trent 11% તૂટ્યો

ટાટા ગ્રુપની કંપની Trent નો શેર જૂન ક્વાર્ટરના નબળા અપડેટને કારણે 11% થી વધુ તૂટ્યો. Zudio અને Westside ના નવા સ્ટોરની સંખ્યા ઘટી.

MoneyControl Newsઅપડેટેડ Jul 07, 2026 પર 10:46 AM
બજાર ખૂલતાં જ Tata Groupના આ શેરમાં કડાકો, જૂન ક્વાર્ટરના રિપોર્ટથી રોકાણકારો નિરાશ, Trent 11% તૂટ્યોબજાર ખૂલતાં જ Tata Groupના આ શેરમાં કડાકો, જૂન ક્વાર્ટરના રિપોર્ટથી રોકાણકારો નિરાશ, Trent 11% તૂટ્યો
રોકાણકારોની નિરાશાનું બીજું મોટું કારણ નવા સ્ટોર્સ ખોલવાની ધીમી ગતિ છે. જૂન ક્વાર્ટરના અંતે કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 1312 પર પહોંચી છે.

7 જુલાઈના રોજ શેરબજાર ખૂલતાની સાથે જ ટાટા ગ્રુપની જાણીતી કંપની ટ્રેન્ટના શેરમાં મોટો કડાકો જોવા મળ્યો છે. કંપનીએ તાજેતરમાં જ પોતાના જૂન ક્વાર્ટરના બિઝનેસ અપડેટ્સ જાહેર કર્યા છે, જે બજાર અને એનાલિસ્ટ્સની અપેક્ષા કરતા ઘણા નબળા રહ્યા છે. આ નિરાશાજનક આંકડાઓને કારણે સવારે 10:17 વાગ્યાની આસપાસ કંપનીનો શેર 11.09 ટકાના ભારે ઘટાડા સાથે 2973 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

જૂન ક્વાર્ટરનું પ્રદર્શન કેમ રહ્યું નબળું?

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જૂન ક્વાર્ટરમાં Trent ની સ્ટેન્ડઅલોન રેવન્યુ વાર્ષિક ધોરણે 19 ટકા વધી છે.આ ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન રેવન્યુ 5666 કરોડ રૂપિયા રહી છે, જે એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં 4781 કરોડ રૂપિયા હતી. જોકે, બ્રોકરેજ ફર્મ HSBC એ અંદાજ લગાવ્યો હતો કે કંપનીની રેવન્યુ ગ્રોથ 21 ટકાની આસપાસ રહેશે. આમ, આંકડાઓ અપેક્ષા કરતા નીચા રહ્યા છે. માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીના કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 26 ટકાનો વધારો નોંધાયો હતો, પરંતુ છેલ્લા એક વર્ષમાં આ શેર લગભગ 19 ટકા જેટલો ગગડ્યો છે.

Zudio અને Westsideના નવા સ્ટોર્સની સંખ્યામાં ઘટાડો

રોકાણકારોની નિરાશાનું બીજું મોટું કારણ નવા સ્ટોર્સ ખોલવાની ધીમી ગતિ છે. જૂન ક્વાર્ટરના અંતે કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 1312 પર પહોંચી છે.આમાં Westside ના 301 આઉટલેટ્સ, Zudio ના 982 આઉટલેટ્સ અને અન્ય લાઈફસ્ટાઈલ ફોર્મેટના 29 સ્ટોર્સ સામેલ છે.બ્રોકરેજ ફર્મોનું માનવું છે કે નવા સ્ટોર ખોલવાની દ્રષ્ટિએ આ ક્વાર્ટર સૌથી નબળું સાબિત થયું છે.

એનાલિસ્ટ્સનો મિશ્ર અભિપ્રાય

બધા સમાચાર

+ વધુુ વાંચો