Stock Market Prediction News: આ વર્ષ અત્યાર સુધી સ્ટોકમાર્કેટ માટે કંઈ ખાસ રહ્યું નથી. વર્ષ 2025માં અત્યાર સુધીમાં ફક્ત 19 ટ્રેડિંગ દિવસો જ પસાર થયા છે અને આમાંના મોટાભાગના દિવસોમાં બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ દરમિયાન, વધુ એક ભયાનક સમાચાર સામે આવી રહ્યા છે. પોપ્યુલર બુક 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ સ્ટોકમાર્કેટ વિશે એક મોટી આગાહી કરી છે. એક ટ્વિટમાં તેમણે આગાહી કરી હતી કે "ઇતિહાસનો સૌથી મોટો સ્ટોકમાર્કેટ ક્રેશ" ફેબ્રુઆરી 2025માં થશે.