Haryana Election Result Impact on Markets: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ત્રીજી વખત સત્તામાં આવે તેવું લાગી રહ્યું છે. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપ 47 બેઠકો પર આગળ છે જ્યારે કોંગ્રેસ 38 બેઠકો પર આગળ છે. એવું માનવામાં આવે છે કે જો હરિયાણામાં બીજેપી સત્તામાં પરત ફરશે તો માર્કેટ સેન્ટિમેન્ટને વેગ મળશે.