Market trend : અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતને લઈને ચાલી રહેલા સસ્પેન્સના કારણે શેરબજારમાં અત્યારે થોડી સાવચેતી જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો હતો. જોકે, સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. નિફ્ટી 11 પોઈન્ટ વધીને 24,365 અને સેન્સેક્સ 27 પોઈન્ટના ઉછાળા સાથે 78,520 પર બંધ રહ્યો હતો. બીજી તરફ બેંક નિફ્ટી પણ 56,582 ના સ્તરે પહોંચ્યો હતો.

