Top 20 Stocks Today: શેર બજારમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરનારા રોકાણકારો માટે આજે એક ખાસ તક છે. નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા 20 પાવરફૂલ સ્ટોક્સની યાદીમાં ઇન્ફોસિસ અને વિપ્રો જેવા મોટા નામોનો સમાવેશ થાય છે, જે રોકાણકારોને સારી કમાણીની તક આપી શકે છે. યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કર્યો છે અને આ વર્ષે વધુ બે કટના સંકેત આપ્યા છે, જેનાથી બજારમાં તેજીનો માહોલ છે.