Trent Share Price: બીજા ક્વાર્ટરના બિઝનેસ અપડેટ બાદ Trentના શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. શેર લગભગ 11% ઉછળીને વાયદા સેગમેન્ટમાં ટોપ ગેનર બન્યો હતો. હાલમાં શેર ₹282.70 એટલે કે 10.96%ના વધારા સાથે ₹2,862 પર ટ્રેડ કરી રહ્યો હતો. ઈન્ટ્રા-ડેમાં શેરે ₹2,909નો હાઈ બનાવ્યો હતો. Trentનો 52-વીક હાઈ ₹3,399.70 છે.

