28 સપ્ટેમ્બરે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે વોડાફોન આઈડિયાના શેરમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. BSE પર શેર દિવસ દરમિયાન 5.6% સુધી ઘટીને ₹13.45ના લો સુધી પહોંચ્યો હતો. બાદમાં શેર ₹13.47 પર બંધ થયો હતો. આ ઘટાડા બાદ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને લગભગ ₹1.45 લાખ કરોડ થઈ ગયું છે. જોકે, શેરમાં આવેલા આ ઘટાડા પાછળ હાલ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

