Get App

Welspun Corp Share Price: 17200 કરોડનો મહાકાય ઓર્ડર મળતા જ શેરમાં 17%નો ભડકો, રોકાણકારો થયા માલામાલ

Welspun Corpને અમેરિકાથી 17200 કરોડનો અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર મળતા શેરમાં 17%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે. કંપનીની ઓર્ડર બુક અને ફાઇનાન્શિયલ રિપોર્ટ ગુજરાતીમાં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Aug 21, 2026 પર 1:26 PM
Welspun Corp Share Price: 17200 કરોડનો મહાકાય ઓર્ડર મળતા જ શેરમાં 17%નો ભડકો, રોકાણકારો થયા માલામાલWelspun Corp Share Price: 17200 કરોડનો મહાકાય ઓર્ડર મળતા જ શેરમાં 17%નો ભડકો, રોકાણકારો થયા માલામાલ
શેરમાં આવેલા આ જંગી ઉછાળા પાછળ એક બહુ મોટું કારણ છે. કંપનીએ શેરબજારોને સત્તાવાર રીતે જાણ કરી છે કે, તેમને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Welspun Corp Share Price: સ્ટીલ પાઇપ બનાવતી દિગ્ગજ કંપની વેલસ્પન કોર્પના શેરોમાં 21 ઓગસ્ટના રોજ ખરીદીનું મોટું ઘોડાપૂર જોવા મળ્યું હતું.માર્કેટ ખૂલતાની સાથે જ BSE પર આ શેર તેના અગાઉના બંધ ભાવથી લગભગ 17 ટકા જેટલો ઊછળી ગયો હતો. આ શાનદાર તેજી સાથે શેરે 2343.35 રૂપિયાનો પોતાનો નવો 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી લીધો છે. આ તોફાની તેજીના કારણે કંપનીની કુલ માર્કેટ કેપ પણ વધીને 61500 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.

શેરમાં તેજીનું કારણ: કંપનીને મળ્યો ઐતિહાસિક ઓર્ડર

શેરમાં આવેલા આ જંગી ઉછાળા પાછળ એક બહુ મોટું કારણ છે. કંપનીએ શેરબજારોને સત્તાવાર રીતે જાણ કરી છે કે, તેમને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક કોન્ટ્રાક્ટ મળ્યો છે.આ ઓર્ડર અંદાજે 1.8 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ 17200 કરોડ રૂપિયાનો છે. આ ઓર્ડર હેઠળ વેલસ્પન કોર્પે અમેરિકામાં આવેલા પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી પાઇપ્સની સપ્લાય કરવાની રહેશે.

એક્સચેન્જ ફાઇલિંગમાં આપેલી માહિતી મુજબ, કંપનીએ આ ઓર્ડર નાણાકીય વર્ષ 2028 અને 2029 ની વચ્ચે પૂરો કરવાનો છે. આ નવો મેગા ઓર્ડર મળ્યા બાદ વેલસ્પન કોર્પની ગ્લોબલ ઓર્ડર બુક પણ મજબૂત બનીને 4.4 અબજ ડોલર (અંદાજે 42100 કરોડ રૂપિયા) પર પહોંચી ગઈ છે.

શેરની પરફોર્મન્સ: રોકાણકારોને બનાવ્યા કરોડપતિ

જો આપણે આ શેરના રિટર્ન પર નજર કરીએ તો તેણે રોકાણકારોને છપ્પરફાડ કમાણી કરાવી છે. 5 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતો આ શેર BSE 500 ઈન્ડેક્સનો એક ભાગ છે. ચાલો જોઈએ આ શેરે કેવું રિટર્ન આપ્યું છે. માત્ર 1 મહિનામાં શેરે 44 ટકા, 3 મહિનામાં 76 ટકા અને 6 મહિનામાં 199 ટકા (લગભગ 200%)નો તગડો નફો આપ્યો છે. 2 વર્ષમાં આ શેરમાં 225 ટકા, 3 વર્ષમાં 639 ટકા અને 5 વર્ષમાં 2000 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. લેટેસ્ટ ડેટા અનુસાર, જૂન 2026 ના અંત સુધીમાં વેલસ્પન કોર્પમાં પ્રમોટર્સનો હિસ્સો 49.73 ટકા નોંધાયેલો હતો.

કંપનીની શાનદાર નાણાકીય સ્થિતિ

બધા સમાચાર

+ વધુુ વાંચો