શિવસેના (UBT)એ 20 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ તેના મુખ્ય હિન્દુત્વ એજન્ડા પર પાછા ફરવાનો સંકેત આપ્યો છે. પાર્ટીએ તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે અને હવે તે મુંબઈના દાદર સ્ટેશન પરના 80 વર્ષ જૂના હનુમાન મંદિરની "રક્ષણ" માટે સક્રિય થઈ છે, જેને રેલવે દ્વારા તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે .