ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલાં વહીવટી સરળતા અને લોકોની સુવિધા માટે 15 થી 17 નવા તાલુકાઓની રચનાની તૈયારી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રાજ્યના 33 જિલ્લાઓમાં નવા તાલુકાઓ રચવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે, જે આગામી જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણીઓમાં સામેલ થઈ શકે છે.