મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'વોટ ચોરી'ના આરોપોનો તીખો જવાબ આપ્યો છે. ફડણવીસે રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "એવું લાગે છે કે રાહુલ ગાંધીનું દિમાગ ચોરાઈ ગયું છે અથવા તેમના દિમાગની ચિપ ગુમ થઈ ગઈ છે." આ નિવેદન ગોવાના પણજીમાં એક કાર્યક્રમ દરમિયાન આવ્યું, જ્યાં ફડણવીસે રાહુલના આરોપોને 'અસભ્ય અને નિરાધાર' ગણાવ્યા. ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે રાહુલ ગાંધી ખોટા આરોપો લગાવીને લોકોમાં ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.