NDA Vice Presidential Candidate: મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. રવિવારે નવી દિલ્હીમાં બીજેપી સંસદીય બોર્ડની બેઠક બાદ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આ નિર્ણયની જાહેરાત કરી. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી અને સીપી રાધાકૃષ્ણનને શુભેચ્છા પાઠવી.