Manmohan Singh Funeral: પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધ ઘાટ પહોંચ્યા અને પૂર્વ પીએમના નશ્વર દેહને શ્રદ્ધાંજલિ આપી. પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા. આ સાથે પૂર્વ પીએમ મનમોહન સિંહ હંમેશ માટે પંચતત્વમાં વિલીન થઈ ગયા.