Get App

GMC Election Results 2026: ગાંધીનગરમાં ફરી ખીલ્યું કમળ, 44 માંથી 30 બેઠકો પર ભાજપની જંગી લીડ

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી 2026ના લાઈવ પરિણામો. 44 માંથી 30 બેઠકો પર ભાજપ આગળ. વોર્ડ 7માં રિકાઉન્ટિંગ બાદ કોંગ્રેસની એન્ટ્રી. જાણો તમામ વોર્ડની લેટેસ્ટ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 13, 2026 પર 12:52 PM
GMC Election Results 2026: ગાંધીનગરમાં ફરી ખીલ્યું કમળ, 44 માંથી 30 બેઠકો પર ભાજપની જંગી લીડGMC Election Results 2026: ગાંધીનગરમાં ફરી ખીલ્યું કમળ, 44 માંથી 30 બેઠકો પર ભાજપની જંગી લીડ
સવારના 11 વાગ્યા સુધીના લેટેસ્ટ લાઈવ અપડેટ્સ મુજબ, ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 30 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે અને તેઓ શાનદાર જીત તરફ આગળ વધી રહ્યા છે.

GMC Election Results 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરની જનતાએ પોતાનો ફેંસલો આપી દીધો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આજે 13 ઓક્ટોબર 2026 ના રોજ જાહેર થઈ રહ્યા છે. 11 ઓક્ટોબરે યોજાયેલા 59 ટકા મતદાન બાદ, આગામી 5 વર્ષ સુધી પાટનગરની સત્તાની ચાવી કોના હાથમાં રહેશે તેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થવા લાગ્યું છે.

આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર 15 માં આવેલી કોમર્સ કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતી વલણોમાં સત્તાધારી પક્ષ ભાજપ તરફી માહોલ જોવા મળી રહ્યો છે અને ફરી એકવાર ગાંધીનગરમાં કમળ ખીલતું દેખાઈ રહ્યું છે.

44 માંથી 30 બેઠકો પર ભાજપનું વર્ચસ્વ

સવારના 11 વાગ્યા સુધીના લેટેસ્ટ લાઈવ અપડેટ્સ મુજબ, ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી 30 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે અને તેઓ શાનદાર જીત તરફ આગળ વધી રહ્યા છે.

વોર્ડ મુજબ અત્યાર સુધીના લાઈવ પરિણામો

અલગ-અલગ વોર્ડમાંથી રસપ્રદ પરિણામો સામે આવી રહ્યા છે. ચાલો જાણીએ કયા વોર્ડમાં કોણ આગળ છે.

વોર્ડ નંબર 7 માં મોટો ઉલટફેર: અહી રિકાઉન્ટિંગ (ફરીથી મતગણતરી) થતા પરિણામમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર ભાવિક સુતરિયાની હાર થતા ભાજપની પેનલ તૂટી ગઈ છે. અહીં ભાજપના 3 ઉમેદવારો સામે કોંગ્રેસના 1 ઉમેદવારે શાનદાર વિજય મેળવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો