ગુજરાત સરકારે નવા વર્ષની રાજ્યને ભેટ આપી છે. રાજ્ય સરકારે 9 મનપાને મંજૂરી આપી છે. જેમાં મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી, આણંદ, નડિયાદ, પોરબંદરને પણ મનપા તરીકે મંજૂરી આપી છે. રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે લાંબા સમયથી પડતર રહેલી માગ આજે પૂર્ણ થઈ છે. ‘વિકાસના એન્જીન’ ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ – ૦૮ મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જુનાગઢ મહાનગરપાલિકાની વર્ષ ૨૦૦૨માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ ૨૦૧૦માં રચના કરવામાં આવેલી છે.

