Get App

Gujarat Local Body Election 2026: અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન, જાણો ક્યાં કેટલો ઉત્સાહ

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે મતદાન શરૂ, અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ જેવા દિગ્ગજોએ પરિવાર સાથે મતદાન કરી નાગરિકોને લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરી.

MoneyControl Newsઅપડેટેડ Apr 26, 2026 પર 1:25 PM
Gujarat Local Body Election 2026: અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન, જાણો ક્યાં કેટલો ઉત્સાહGujarat Local Body Election 2026: અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન, જાણો ક્યાં કેટલો ઉત્સાહ
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જે પ્રકારે દિગ્ગજ નેતાઓએ મતદાન કરીને ઉત્સાહ બતાવ્યો છે, તેનાથી સામાન્ય મતદારોમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે.

Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આજે લોકશાહીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી જ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ સાથે જ વિવિધ નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે, જેમાં સામાન્ય નાગરિકોની સાથે રાજ્યના દિગ્ગજ નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સબઝોનલ ઓફિસ ખાતે પરિવાર સાથે પહોંચીને મતદાન કર્યું હતું. તેમણે અહીં સ્થાનિક આગેવાનો સાથે મુલાકાત કરી હતી અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

બીજી તરફ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ વોર્ડમાં મતદાન કર્યું હતું. તેઓ પત્ની સાથે શીલજની પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ લોકોને લોકશાહીને મજબૂત કરવા મતદાન કરવાની ખાસ અપીલ કરી હતી.

મંત્રીઓ અને નેતાઓની અપીલ

સી.આર. પાટીલ: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પણ મતદાન કર્યું હતું. તેમણે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરી હતી કે તેઓ સવારના સમયે જ મતદાન કરી લે. ખાસ કરીને મહિલાઓ જાગૃત થઈને ઘરના તમામ સભ્યોને મતદાન મથક સુધી લઈ જાય તેવો આગ્રહ તેમણે રાખ્યો હતો.

હર્ષ સંઘવી: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન બાદ જણાવ્યું હતું કે જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા ઓઆરએસ (ORS) અને લીંબુ પાણી જેવી પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો