અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અમેરિકન ચૂંટણીને હવે માત્ર 2 દિવસ બાકી છે. ચાલો જાણીએ કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે અને તેની સમગ્ર પ્રક્રિયા શું છે?