કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એકવાર પોતાની ટિપ્પણીઓને કારણે ચર્ચામાં છે. એક ઇન્ટરવ્યુમાં પિત્રોડાએ પાકિસ્તાનને પોતાનું ઘર ગણાવ્યું હતું. આ નિવેદનથી ફરી એકવાર રાજકીય હોબાળો મચી ગયો છે. ભાજપે તેમના નિવેદન પર તેમના અને કોંગ્રેસ પાર્ટી પર મોટો હુમલો કર્યો છે.