વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં 18,530 કરોડ રૂપિયાથી વધુના અનેક મોટા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આસામના દારંગમાં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, હું ભગવાન શિવનો ભક્ત છું અને દુશ્મનો દ્વારા આપવામાં આવેલ બધુ ઝેર ગળી ગયો છું. આ પછી પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યા. પીએમએ કોંગ્રેસ પર રાષ્ટ્રવિરોધી શક્તિઓને ટેકો આપવા અને પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદીઓને ટેકો આપવાનો આરોપ લગાવ્યો.