Karnataka BJP Crisis: કર્ણાટક થોડા સમય પહેલા ભાજપના હાથમાંથી સરકી ગયું હતું, હવે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટી સામે એક નવું સંકટ ઊભું થયું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ ડીવી સદાનંદ ગૌડાએ બળવાખોર વલણ દાખવ્યું છે. તેમના સિવાય પાર્ટીના વરિષ્ઠ નેતા કેએસ ઇશ્વરપ્પા પણ અપક્ષ તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાજ્યમાં વધતી જતી સમસ્યાઓ જોઈને ભાજપના નેતા મનાતા બીએસ યેદિયુરપ્પા (BS Yediyurappa) દિલ્હી ચાલ્યા ગયા છે. તેમનું ટેન્શન વધારે છે કારણ કે જ્યાંથી ઇશ્વરપ્પા અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે તે યેદિયુરપ્પાનો હોમ જિલ્લો શિવમોગ્ગા છે. થોડા સમય પહેલા જ પીએમ મોદીએ ત્યાં રેલી કરી હતી.