Lok sabha election 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2024 માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે તમિલનાડુના વેલ્લોર પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું છે કે દિલ્હીમાં બેઠેલા લોકોને ખબર નહીં હોય કે વેલ્લોરની ધરતી નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. તમિલનાડુમાં ભાજપ અને એનડીએને ભારે જનસમર્થન મળી રહ્યું છે. આખું તમિલનાડુ કહી રહ્યું છે કે 'ફિર એર બાર મોદી સરકાર'.